• Gujarati News
  • સરપંચ સામે કૌભાંડ અંગે ફરિયાદ

સરપંચ સામે કૌભાંડ અંગે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભડિયાદગામના સરપંચ, ઉપસરપંચ સામે ગ્રામપંચાયતના સદસ્ય એમ ત્રણ વ્યક્તિ સામે પૂર્વ સરપંચે જમીન કૌભાંડ આચર્યાના આરોપો કર્યા છે. જેમાં માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીનમાં દબાણ કરી દેવાયું હોવાના પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસ કરવા માગણી કરવામાં આવી છે.

મોરબીના ભડિયાદ ગામના પૂર્વ સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિતમાં એવી રજૂઆત કરી હતી કે, ગામની સરવે નં.115 સરકારી જમીન અને અને સરવે નં. 57,88 શૈક્ષણિક સર્વોદય એજ્યુકેશન સોસાયટીની જમીન આવેલી છે. જેની નજીકમાં સ્મશાન આવેલું છે. સ્મશાનની જમીનમાં માથાભારે તત્ત્વો દ્વારા અન્યની માલિકીની અને સરકારી જમીન ગરીબ માણસોને કાચા મકાન બનાવવા માટે રૂ. 50,000 લઇને આપી દેવામાં આવી છે અને તેમાં ગામના સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યની મિલિભગતથી ગેરકાયદેસર વેચાણ કરી દેવાઇ છે, અને રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, તેમજ આવા ગેરકાયદેસર વેચાણ દ્વારા નવા પ્લોટ ફાળવવાની પણ કામગીરી થતી હોવાનું જણાવ્યું હતું.

ભડિયાદમાં પૂર્વ સરપંચે કુલ ત્રણ શખ્સો સામે જમીન કૌભાંડ આચર્યાની કલેક્ટરને કરેલી રજૂઆત