તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર ત્રણ કલાકમાં 2200 રોપાંનું કરાયું વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ સંસ્થાઓના સહિયારા પ્રયાસને લોકોનો પણ અભૂતપૂર્વ સહકાર

ભાસ્કર ન્યુઝ |મોરબી

મોરબીશહેરને લીલુંછમ બનાવવા માટે અનેક સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ કાર્યરત છે જે ચોમાસાની ઋતુમાં વિનામૂલ્યે રોપાઓના વિતરણ કરીને વધુમાં વધુ વૃક્ષોના વાવેતર થાય તે માટેના સક્રિય પ્રયાસો કરવામાં આવી રહયા છે.

જેમાં મોરબીની મયુર નેચર કલબ, પ્રેસ ફ્રેન્ડસ કલબ અને વન વિભાગના સહિયારા પ્રયાસોથી વૃક્ષોના રોપાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો મોરબીની પ્રજાએ પણ વૃક્ષારોપણ અંગે જાગૃતિ દાખવતા મોટી સંખ્યામાં લોકો વિનામૂલ્યે રોપા લેવા માટે આવી પહોંચતા માત્ર ત્રણ કલાકમાં ૨૨૦૦ રોપાના વિતરણ કરવામાં આવ્યા હતા. ઓદ્યોગિક રીતે વિકસિત એવા મોરબી શહેરમાં હરિયાળીની ભારે કમી જોવા મળી રહી છે.

ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણને રોકવા માટેનો એકમાત્ર ઉપાય વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર હોય, બાબતને સારી રીતે સમજતી સંસ્થાઓ જેવી કે મયુર નેચર કલબ, પ્રેસ ફ્રેન્ડસ કલબ અને મોરબીના વન વિભાગના સહિયારા પ્રયાસો સતત ચાલુ રહે છે અને મોરબીને હરિયાળું બનાવવા માટે આજે ૧૮ પ્રકારના ખાસ રોપાઓના વિતરણ કરવામાં આવ્યા હતા. સંસ્થાઓ દ્વારા આયોજિત રોપા વિતરણ કાર્યક્રમમાં લોકોએ પણ અનેરો ઉત્સાહ દાખવતા માત્ર ત્રણ કલાકમાં ૨૨૦૦ રોપાઓના વિતરણ કરી દેવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા મોરબીને એકદમ લીલુછમ અને હરિયાળુ બનાવવા પ્રયાસ તરીકે અનેક સંસ્થાઓએ અનોખી પહેલ કરી છે.

મોરબીને હરિયાળું બનાવવાનો સંકલ્પ

ક્યા ક્યા રોપાના વિતરણ કરાયા

સંસ્થાઓદ્વારા આજે આંબળા, લીંબડો, ગુંદા, લીંબુ, વડ સરગવો, જાંબુડા જેવા ૧૮ ઉપયોગી રોપાઓના વિતરણ વિના મુલ્યે કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા દર ચોમાસાના બીજા રાઉન્ડ દરમિયાન રોપાના વિતરણ કરવામાં આવે છે. જે સમયે રોપા વાવવાથી તેનો વિકાસ ઝડપી બને છે. ખાસ ૧૮ પ્રકારના રોપાઓ વધુ વરસાદ ખેંચી લાવવા ઉપરાંત મુસાફરોને છાંયડો પણ પૂરો પાડે છે અને શહેરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો