તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીદાર મહિલા આંદોલનમાં અનામતની માગ હાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંરવિવારે યોજાયેલા પાટીદાર મહિલા સંમેલનમાં અનામતની માગ પુન: દોહરાવવામાં આવી હતી, પણ અનામત મળવા છતાં હવે સરકાર તો જોઈએ એવો પ્રબળ સૂર વ્યક્ત કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સહિતના યુવાનો પર લાગેલી રાજદ્રોહની કલમ બદલ ગર્વની લાગણી વ્યક્ત કરાઈ હતી. વહીવટી તંત્રે છેલ્લી ઘડીએ સંમેલનને આપેલી મંજૂરી પણ સરકારની છાતી પર પગ મૂકીને લેવામાં આવી હોવાનું જણાવાયું હતું અને હવે થાળી-વેલણ ખખડાવવાથી નહીં ચાલે, મહિલાઓએ પણ ધોકા ઉપાડવા પડશે એવો લલકાર કરાયો હતો. બપોરે 2:26 કલાકથી સાંજના પાંચ સુધી ચાલેલા સંમેલન તડકો અને આક્રમક ભાષણોને કારણે બમણો ગરમાવો પકડી ગયું હતું. બપોરે 2:55 કલાકે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને સ્ટેજ આપવાના મામલે પણ ધમાચકડી મચી ગઈ હતી. મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા અ‌વસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં સવા બે વાગ્યે ગણપતિ વંદના સાથે મહિલા સંમેલનની શરૂઆત થઈ હતી, જેમાં રાજ્યભરમાંથી 40 હજારથી 50 હજાર મહિલાઓ ઊમટી હતી. હાર્દિકની સાથે જેલવાસ ભોગવતા કેતન પટેલની પુત્રી ખુશ્બૂએ પિતા માટે ગર્વ વ્યક્ત કર્યો હતો. તો પાટીદાર આગેવાન નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘હાર્દિકે મને બે મહિના પહેલાં કહ્યું હતું કે, જીએમડીસી ગ્રાઉન્ડ જેવું સંમેલન હવે મહેસાણામાં કરવું છે. આપણે તંત્રની છાતી પર બેસીને મંજૂરી લીધી છે.’

અનામત આંદોલન સમેટાઈ જવાની અણી પર હતું ત્યારે તેમાં પ્રાણ ફૂંકીને પુન: વેગવંતુ બનાવવાનો શ્રેય પાટીદાર મહિલાઓને આપતા મોરબીના મનોજ પનારાએ મુખ્યમંત્રીની ખુરશીના પાયા હલાવી દેવાનું આહ્વાન કર્યું હતું. મનોજે કહ્યું હતું કે, સરકાર ખેડૂતની બહેન-દીકરીઓને ગમે તેમ બોલી છે, મારી છે, યુવાનોને શહીદ કર્યા છે. કોઈની તાકાત નથી કે, 2017ની ચૂંટણીમાં તમને બચાવી શકે, અનામત મળી જાય તો પણ હવે યુવાનોની શહાદત ભુલાવાની નથી.’ તો અંબાલાલ પટેલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તમે શું અમને અનામત આપવાના, અમે તમને ઘર ભેગા કરવાના. તમારી દાનત સાફ કરો.’

પાટીદારો સરકાર સાથે સમાધાન કરી લે તેવા પ્રયાસો સરકાર તરફથી થઈ રહ્યા છે, જેમાં સમાધાનની ફાર્મ્યુલા સરકારે નક્કી કરી નાખી છે. સમાધાન માટે માત્ર હાર્કિદને મનાવવાનો છે એવું નથી, પરંતુ અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા સહકન્વીનરોને પણ મનાવવા પડે એમ છે. હાર્દિક અને તેની ‘પાસ’ની ટીમને મનાવવાની જવાબદારી સરકારે સાંસદ વિઠ્ઠલ રાદડિયાને સોંપી છે. હાર્દિકે જેલમાંથી વિઠ્ઠલ રાદડિયાને રાજ્યમાં આંદોલનની આગેવાની કરતા 10 સહકન્વીનરનાં નામ આપ્યાં હતાં.

કન્વીનર્સને મનાવવા કવાયત

મહેસાણામાં મહાસંમેલનમાં રાજ્યભરમાંથી 40 હજારથી 50 હજાર જેટલી મહિલાઓ ઊમટી હતી.

સરકારને પડકાર/ અનામત તો લઈને રહીશું

સરકાર પર ચાબખાં | પાટીદારોને તો અનામત મળશે જ, પણ ભાજપને હવે સત્તા નહીં મળે!

અન્ય સમાચારો પણ છે...