• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મધુવન સ્કૂલમાં વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વાલીઓને કરાવી મોજ

મધુવન સ્કૂલમાં વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વાલીઓને કરાવી મોજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સામાકાંઠા વિસ્તાર જૂના મોરબી રોડ પર આવેલ મધુવન શૈક્ષણિક સંકુલમાં 25 ફેબ્રુઆરીએ સાંજે ભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોની કૃતિઓએ આમંત્રિત મહેમાનો તેમજ ઉપસ્થિત વાલીગણના મન મોહી લીધા હતા. ‘મન મોર બની થનગાટ કરે’ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સંસ્થાના મોભી ભાયલાલસાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કે.જી.થી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓએ અલગ-અલગ કાર્યક્રમો રજૂ કરીને વાલીઓને મોજ કરાવી દીધી હતી. બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...