• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત એકનું મોત

મોરબી હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત એકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી નજીક કુબેર સિનેમા સામે આજે સાંજે એક ટ્રક સર્વિસ રોડ પર જતો હતો તે દરમિયાન અચાનક કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર આવતાં એક પાણીનાં ટેન્કર ચાલકને અડફેટ લેતા એકનું મોત નીપજ્યું હતુ.

ઘટના બાદ ટ્રકનો પાછળનો ભાગ ડિવાઈડર પર ચઢી ગયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વાહનચાલકો માટે અકસ્માત ઝોન બનેલો નેશનલ હાઇવે આજે ફરીવાર રક્તરંજિત બન્યો હતો. બનાવની મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર પૂરઝડપે આવતો આર.જે 07ડી 1019 નંબરનાં ટ્રકચાલકે અચાનક ટ્રક પરનો કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર આવતાં એક પાણીના ટેન્કરને અડફેટે લેતા ટેન્કરચાલક લક્ષ્મણ ગણેશ મકવાણા રહે અમરેલી રોડ મોરબીવાળાને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ.

ટ્રક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડર પર ચઢી ગયો હતો. બનાવ બાદ ટ્રકચાલક નાસી ગયો હતો. આ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...