તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી મિનિ સચિવાલયમાં ફેરવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષી પોલીસતંત્ર દ્વારા આકર્ષક કવાયતનું રિહર્સલ

ભાસ્કર ન્યુઝ| મોરબી

મોરબીજિલ્લામાં 70માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે શનિવારે સાંજે રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબી આવી પહોંચ્યા છે.રવિવારે અને સોમવારે મોરબી શહેર ઉપરાંત જિલ્લાના હળવદ અને ટંકારા સહિતના વિસ્તારોમાં ભરચક્ક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપશે.મુખ્યમંત્રી શનિવાર અને રવિવાર એમ બે રાત્રી સુધી મોરબીમાં રોકાણ કરશે.ઉપરાંત મોરબીના સરકીટ હાઉસ નજીક રાજ્યપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ પણ યોજાનાર છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી અને ધ્વજવંદન સમારોહ મોરબી જિલ્લામાં યોજનાર છે .શનિવારે સાંજે સી.એમ. મોરબી આવી પહોંચ્યા હતા.શનિવારે સાંજથી વિવિધ કાર્યક્રમો બાદ રવિવારે અને સોમવારે પણ વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપવાના છે.

શનિવારે સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ રવિવારે સવારથી ભરચક્ક કાર્યક્રમોમાં સવારે 9:05 કલાકે નવા જિલ્લા સેવાસદનનું લોકાપર્ણ તેમજ ભૂમિપૂજન કાર્યક્રમ, સવારે 10:10 કલાકે રવાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મમાં યુવા સંમેલન, સવારે 11:30 કલાકે ટંકારાના વીરપર મુકામે આવેલા સમય કેમ્પસમાં મહિલા સંમેલન યોજાશે.બપોરે ભોજન બાદ હળવદ જવા રવાના થશે જ્યાં માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે બપોરે 2 :25 વાગ્યે ખેડૂત સંમેલનને મુખ્યમંત્રી સંબોધન કરશે.

હળવદથી મોરબી પરત ફર્યા બાદ બપોરે 4 :30 કલાકે સર્કીટ હાઉસ નજીક રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર એટહોમ કાર્યક્રમમાં હાજરી આપશે.

સાંજે 6 : 50 કલાકે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપશે.રવિવારે રાત્રીના સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે તા. 15 ઓગસ્ટના રોજ સવારે 8 : 55 કલાકે પરશુરામ પોટરી ખાતે મુખ્યમંત્રી આવી પહોંચશે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. તા.15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ધ્વજવંદન કર્યા બાદ પરેડનું નિરીક્ષણ કરશે.

પોલીસ જવાનો દ્વારા થતી પરેડ અને કરતબ નિહાળશે.તે ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. અને 11 વાગ્યા બાદ મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થશે.મોરબીમાં સૌપ્રથમ વખત રાજ્યપાલની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાશે.કોઈ સી.એમ.મોરબી ખાતે બે રાત્રી રોકાણ કરે તેવી પણ પ્રથમ ઘટના બની રહેશે.

સ્વાતંત્રપર્વે મુખ્યમંત્રીના ભરચક્ક કાર્યક્રમો, શનિવારે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો