તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • મોરબીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની વિવિધ ખાનગી શાળાઓની બસો રિક્વિઝિટ કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસથી બસોનો ઉપયોગ તંત્ર દ્વારા કરવામાં આવતા શાળાના બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંગે શાળા સંચાલકોમાં પણ ફરિયાદો ઉઠી રહી છે. 70માં સ્વાતંત્રપર્વની રાજ્યકક્ષાની ઉજવણી મોરબીમાં થનાર છે. જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેનાર છે.આ ઉજવણી અંતર્ગત ત્રણ દિવસથી વધુ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.આ કાર્યક્રમો માટે મોરબીની જુદી જુદી ખાનગી શાળાઓની સ્કૂલબસો ઉપયોગમાં લેવાઈ રહી છે. 10 ઓગસ્ટથી અલગ અલગ સમયે વિવિધ શાળાઓની બસોની માંગણી જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યું હોવાનું શાળા સંચાલકો ફરિયાદના સૂરમાં જણાવી રહ્યા છે. શાળા સંચાલકોએ એવીપણ રાવ કરી હતીકે હાલમાં શાળાઓ ચાલુ છે. શાળાઓમાં રજા નથી. તેમછતાં તંત્ર દ્વારા સવારમાં 7 વાગ્યે તથા બપોરે 12:30 વાગે અમારી બસોની માગણી કરવામાં આવે છે. સમય શાળાના બાળકોને લેવા તથા મુકવા જવાનો હોય છે.આ સમયમાંજ બસો લઇ જવામાં આવતા અમારે બાળકોને લેવા મુકવામાં ભારે તકલીફ પડે છે. એકસાથે બે ત્રણ બસોની માંગણી થતા 200 જેટલા છાત્રોને તથા શિક્ષકોને હેરાનગતિ થાય છે. જિલ્લા વહીવટી તંત્રે ચાલુ શાળા દરમિયાન ટ્રાવેલ્સ બસો અથવા સિરામિક ઉદ્યોગની બસોનો ઉપયોગ કરી શકે અથવા તો શાળાના લેવા મુકવા સિવાયના સમયમાં શાળાની બસોનો ઉપયોગ કરી શક્યા હોત તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો