તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખે સિનેમા બહાર દારૂ પી દંગલ કર્યું, જેલહવાલે

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખે સિનેમા બહાર દારૂ પી દંગલ કર્યું, જેલહવાલે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં પાલિકાનાં પુર્વ પ્રમુખ અને ભાજપ આગેવાને સોમવારે મોડી રાત્રે દારૂ પી દંગલ કરતા ભારે ચર્ચા જાગી હતી.પોતે રાજકીય આગેવાન હોય અને તેનો રોફ બતાવી સિનેમામાં બેફામ ગાળો બોલતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા અટકાવવામાં આવતા સિનેમા બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. સ્થિતિ જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે પુર્વ પ્રમુખ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી પાલિકાનાં પુર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન લલિત જેરામ કામરીયા દારૂના નશામાં શનાળા રોડ પર આવેલ સ્કાય મોલની મલ્ટી પ્લેક્સ સિનેમામાં સોમવારે મોડી રાત્રે દંગલ કર્યું હતું. અને સિનેમાનાં સિક્યુરિટી ગાર્ડ સાથે અભદ્ર વર્તન કરી પોતાની રાજકીય વગ બતાવી સિનેમા બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. જોકે પુર્વ પ્રમુખને તેની દાદાગીરી કરવી ભારે પડી ગઈ હતી. સિનેમા આસપાસ વાતાવરણ તંગ થતા સ્થિતિ જોઈ સિક્યુરિટી ગાર્ડ પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ રાજકીય વ્યક્તિની શહે શરમ રાખ્યા વિના પુર્વ પ્રમુખ કામરીયાની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...