તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં આજે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : માનવ કલ્યાણ મંડળ દ્વારા મોરબીમાં ‘સ્વાગત હોલ’, કેનાલ ચોકડી, રવાપર રોડ ખાતે 22 ઓગસ્ટના સવારે 8:30 થી 1:30 વાગ્યા સુધી િન:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. ડોક્ટરો કે જેની ફી રૂ. 1000 થી 2000 હોય કેમ્પમાં હૃદય, હાડકાંને લગતા રોગો, પેટ-આંતરડા-લિવર, મગજ-કરોડરજ્જુ-મણકાના રોગો તથા નાક-કાન-ગળાના રોગો બાબતે તદ્દન નિ:શુલ્ક નિદાન કરી આપશે, સાથે િન:શુલ્ક કાર્ડિયોગ્રામ-ઇસીજી અને ડાયાબિટીસની લેબોરેટરી તપાસ ફ્રી કરી આપવામાં આવશે. બાળકોને વિટામિન-એ અને આલ્બેડાઝોલની ટેબલેટ્સ તથા મહિલાઓને મલ્ટિ વિટામિન દવા સંસ્થા દ્વારા આપવામાં આવશે. જરૂરિયાતમંદ લોકોને એક્સ-રે, દવાઓ કે લેબોરેટરીની જરૂરિયાત હોય તેને સિવિલ હોસ્પિટલમાંથી વ્યવસ્થા કરાવી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...