• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીમાં ત્રણ શખ્સનો સગીરા પર નિર્લજ્જ હુમલો

મોરબીમાં ત્રણ શખ્સનો સગીરા પર નિર્લજ્જ હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના મહેન્દ્રનગર નજીક રહેતા એક પરિવારની 13 વર્ષની સગીરા શુક્રવારે સાંજે નાસ્તો લેવા બહાર જતી હતી. ત્યારે ગામનાં 3 શખ્સે સગીરાની એકલતાનો લાભ લઇ તેનો હાથ પકડી અવાવરુ જગ્યાએ ઢસડીને લઇ ગયા અને નીર્લજ્જ હુમલો કરી છેડતી કરી હતી. બનાવની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

મહેન્દ્રનગર ગામમાં રહેતા એક પરિવારની ૧૩ વર્ષની સગીરા શુક્રવારે સાંજે સીએનજી પંપ નજીક નાસ્તો લેવા જતી હતી. તે દરમિયાન મહેન્દ્રનગરનાં રજત હસુભાઈ પટેલ, નિખિલ પ્રવિણ સરડવા અને કુલદીપ જગદીશ વ્યાસ સહિતનાએ હાથનું બાવળુ પકડી અવાવરુ જગ્યાએ લઇ ગયા હતાં અને નિર્લજ્જ હુમલો કર્યો હતો અને છેડતી કરી હતી. બનાવ બાદ આરોપીઓના ચુંગલમાંથી છૂટી ગઈ હતી. અને સમગ્ર ઘટનાની પરિવારને જાણ કરી હતી. પરિવારે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...