Home » Saurashtra » Morbi » Morbi » મોરબી યાર્ડનાં પ્રમુખ તરીકે મગનભાઈ વળાવિયાની નિમણૂંક

મોરબી યાર્ડનાં પ્રમુખ તરીકે મગનભાઈ વળાવિયાની નિમણૂંક

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:20 AM

યાર્ડના ઉપપ્રમુખ તરીકે ભવાનભાઈ ભાગિયા ચૂંટાઇ આવ્યા

  • મોરબી યાર્ડનાં પ્રમુખ તરીકે મગનભાઈ વળાવિયાની નિમણૂંક
    મોરબી યાર્ડના પ્રમુખ ઉપ પ્રમુખની મુદત પૂર્ણ થતા ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે મગનભાઈ વળાવિયા અને ઉપપ્રમુખ તરીકે ભવાન ભાઈભાગીયાની નિમણુક કરી છે. માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ ઉપ્રમુખની મુદત પૂર્ણ થતા આજે યાર્ડમાં નવા હોદેદારની યાર્ડ ખાતે ગુરુવારે સવારે 10 વાગ્યે ચૂંટણી કરવામાં આવી હતી જેમાં નવી ટર્મ માટે પ્રમુખ ઉપ પ્રમુખ માટે મતદાન કરાયું હતું.યાર્ડના સભ્યોએ યાર્ડના પ્રમુખ તરીકે મગનભાઈ વળાવિયા ફરીવાર બિન હરીફ તરીકે ચુંટી કાઢી ફરી યાર્ડનું સુકાન સોપ્યું હતું. મગનભાઈ સતત છઠ્ઠીવાર પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી તો ઉપપ્રમુખ તરીકે ભવાનભાઈ ભાગિયાની નિમણુક કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ