તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi મોરબીના રવાપર રોડ આવેલ લીવરપુલ શો રૂમની બાજુમાં બુધવારે

મોરબીના રવાપર રોડ આવેલ લીવરપુલ શો રૂમની બાજુમાં બુધવારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના રવાપર રોડ આવેલ લીવરપુલ શો રૂમની બાજુમાં બુધવારે રાત્રે કેટલાક મિત્રો સાથે બેઠા હતા. તે દરમિયાન એક શખ્સે તેના કાકાની દીકરી સાથે પ્રેમ સબંધનો ખાર રાખી યુવકના પડખાના અચાનક છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયો હતો. બનાવ સમયે મૃતકનો નાનો ભાઈ પણ સાથે હતા. જેથી ગંભીર હાલતમાં તાત્કલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો. જો કે સારવાર કારગત ન નીવડતા યુવકનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતા ભારતીબેન અશ્વિનભાઈ ભોજકનો ૨૦ વર્ષનો દીકરો રાહુલ બુધવારે રાત્રે ઘરેથી બહાર નાસ્તો કરવા જવાનું કહી નીકળ્યા બાદ ફરી ઘરે પાછો ફરી શક્યો ન હતો. રાહુલ તેનો નાનો ભાઈ કિશન અને તેનો મિત્ર અજય રવાપર રોડ પર આવેલ લિવરપૂલ શો રૂમની બાજુમાં પગારના રૂપિયાનો હિસાબ કરતા હતા. ત્યારે તેમનાથી થોડે દુર બેસેલા પ્રેમ દીપકભાઈ ઓડ, રીયાઝ સંઘી અને રોહિત બાવાજી સહિતના ત્યાં બેઠા હતા. આ દરમિયાન અચાનક પ્રેમ દીપકભાઈ ઓળ અચાનક તેમની બાજુમાં આવી પહોચ્યો હતો અને રાહુલ સાથે ગાળાગાળી કરી તેના પેન્ટના નેફામાં છુંપાવેલી છરી બહાર કાઢી રાહુલના ડાબા પડખામાં મારી ગંભીર ઈજા પહોચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જો કે સારવાર કારગત ન નીવડતા તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી આરોપી પ્રેમની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે પી આઈ આર જે ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...