તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi ગોંડલ સિટી પોલીસ મથકમાં ગતરોજ જિલ્લા પોલીસવડા બલરામ મીણા

ગોંડલ સિટી પોલીસ મથકમાં ગતરોજ જિલ્લા પોલીસવડા બલરામ મીણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ સિટી પોલીસ મથકમાં ગતરોજ જિલ્લા પોલીસવડા બલરામ મીણા દ્વારા મહારાજા સર ભગવતસિંહજીની તસવીર હટાવવાના આદેશ અપાતા ગોંડલ સહિત સમગ્ર તાલુકામાં અને ગોંડલ રાજ્યની પ્રચારમાં રોષ ભભૂકી ઉઠયો હતો, અને સમગ્ર ઘટનાની જાણ યુવરાજ હિમાંશુસિંહજીને થવા પામી હતી. દરમિયાન શહેર તાલુકાની પ્રજા નામી-અનામી સામાજિક સંસ્થાઓના વડા સેવાકીય સંસ્થાઓ દરેક ગામના સરપંચ તેમજ ગોંડલ રાજ્યના તમામ લોકો રાજવી પરિવારનો સંપર્ક કરી રોષ વ્યક્ત કરી રહ્યા હતા.

બાદમાં ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા નગરપાલિકાના તમામ સદસ્યો શહેર-તાલુકાની સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનોએ એકત્રિત થઈ રેલી સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર નીકળી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી મહારાજા સર ભગવતસિંહ પ્રત્યેનો અનન્ય પ્રેમ દાખવ્યો હોય રાજવી પરિવાર સર્વેનો આભારી છે તેવું યુવરાજ હિમાંશુસિંહજીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...