Divya Bhaskar

Home » Saurashtra » Morbi » Morbi » મોરબીમાં ચોરાઉ બાઈક સાથે બે શખ્સ ઝડપાયા

મોરબીમાં ચોરાઉ બાઈક સાથે બે શખ્સ ઝડપાયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:20 AM

પોલીસે બાઈક કબજે કરી ગુનો નોંધ્યો

  • મોરબીમાં ચોરાઉ બાઈક સાથે બે શખ્સ ઝડપાયા
    મોરબી તાલુકા પોલીસે લાલપર ગામ નજીકથી બે શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા.બન્નેની પુછપરછ કરતા પોતાની પાસેનું બાઈક ચોરાઉ હોવાનુ કબુલ કરતા પોલીસે બાઈક કબજે કરી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

    મોરબીના લાલપર નજીક તાલુકા પોલીસના પીએસઆઈ ગોહિલ અને સ્ટાફનાં મહિપતસિંહ, દિનેશભાઈ જુવાનસિંહ અમિતભાઈ સહિતના વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન નબર પ્લેટ વિનાની એક બાઈકમાં બે શખ્સ આવી ચઢ્યા હતા બન્નેની પૂછપરછ કરતા તેમજ બાઈક વિશે પૂછ પરછ કરતા યોગ્ય જવાબ ન આપી શકતા પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી તપાસ કરતા બાઈક વાવડી રોડના મુકેશભાઈ નરભેરામભાઈ સુતરીયાનું હોવાનું અને આ બન્ને શખ્સે ચોરી કર્યાનું સામે આવતા બન્ને રાજદીપ ગીરધર લગધરિયા અને રૂપેશ બટુક ઠાકરને ઝડપી લીધા હતા અને બન્ને સામે ગુન્હો નોધી ચોરાઉ બાઈક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending