તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi હિંમતનગરમાં થયેલ બાળકી પર અત્યાચારની ઘટનામાં આરોપીને ફાંસી આપવાની

હિંમતનગરમાં થયેલ બાળકી પર અત્યાચારની ઘટનામાં આરોપીને ફાંસી આપવાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરમાં થયેલ બાળકી પર અત્યાચારની ઘટનામાં આરોપીને ફાંસી આપવાની માંગ સાથે ગુજરાત ઠાકોર સેના દ્વારા તાલુકા મથક અને જિલ્લા મથકમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી અને વાંકાનેરમાં પણ મામલતદારને આવેદન પાઠવી આરોપીને ફાંસી આપવાની માંગ કરવમાં આવી છે.

હિંમતનગરના ઢૂંઢણ ગામમાં સીરામીક ફેક્ટરીમાં એક પરપ્રાતિય મજૂર દ્વારા ૧૪ માસની માસૂમ બાળકી પર અમાનુષ્ય અત્યાચાર કરી અવાવરુ જગ્યાએ ફેંકી દેવાઈ હતી. આ ઘંટના બાદ સમગ્ર ગુજરાતમાં આવું કૃત્ય કરનાર તરફથી ફિટકાર વરસી હતી અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં મોરબી શહેર, મોરબી જિલ્લા તેમજ ટંકારા તાલુકાના તમામ હોદ્દેદારો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા પ્રમુખ ભરતજી એસ. ઠાકોરના આગેવાન હેઠળ હાજર રહ્યા હતાં.

વાંકાનેરમાં તાલુકા પંચાયત ખાતેથી બાઇક રેલી સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બીજીવાર આવી ધટના ન બને તે માટે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે કોળીઠાકોર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.

ઉપરાંત ભોગ બનનાર બાળકીને યોગ્ય સારવાર આપવામાં આવે અને તેના પરિવારજનોને પુરતો સહકાર આપવામાં આવે તેવી રજુઆત વાંકાનેર સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા કરાઈ હતી. આ તકે જયેસ સોમાણી, જિજ્ઞાસાબેન મેર, જેન્તીભાઇ મદ્રેસાણિયા, અશ્વિન મેઘાણી, ભરત દેગામા સહિત ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો વગેરે આવેદનપત્રમાં જાડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...