મોરબીમાં દારૂ સાથે આરોપી જબ્બે

મોરબીના લાયન્સનગરમાં આવેલ રહેણાક મકાનમાં એલસીબીએ દરોડો પાડી રૂ ૯૧૨૦ની કિમતની ૨૧ બોટલ વિદેશી દારુ સાથે એક...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:20 AM
મોરબીમાં દારૂ સાથે આરોપી જબ્બે
મોરબીના લાયન્સનગરમાં આવેલ રહેણાક મકાનમાં એલસીબીએ દરોડો પાડી રૂ ૯૧૨૦ની કિમતની ૨૧ બોટલ વિદેશી દારુ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

મોરબીનાં લાયન્સનગર વિસ્તારમા રહેણાક મકાનમાં વિદેશી દારુ છુપાવેલ હોવાની પોલીસ કોન્સ્ટેબલ ભરત મિયાત્રાને મળેલી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી લાલજી ગગુભાઈ અવાડીયાને ૨૧ બોટલ વિદેશી દારુ સાથે ઝડપી લીધો હતો.

તેની પાસેથી રૂ ૯૧૨૦નો મુદામાલ પકડી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા મેણંદ આલાભાઈ રાઠોડનો દારૂ હોય અને મોરબી માળિયા પર આવેલ ડીસન્ટ હોટેલ પાછળ આવેલ ભવાની ફાર્મ હાઉસ પાસેથી રૂ ૧૨૯ બોટલ વિદેશી દારૂ રૂ ૫૨,૩૨૦નો મુદામાલ કબજે કર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

X
મોરબીમાં દારૂ સાથે આરોપી જબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App