• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • વેપારી, ઉદ્યોગકાર સાથે 19.10 લાખની છેતરપિંડી કરનાર ઝબ્બે

વેપારી, ઉદ્યોગકાર સાથે 19.10 લાખની છેતરપિંડી કરનાર ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં કોલસાનાં વેપારી પાસેથી 4 લાખનાં કોલસાની, બે સિરામિક ઉદ્યોગકાર પાસેથી રૂ. 15 લાખની ટાઇલ્સ ખરીદી કરી રૂપિયા ન ચૂકવનાર બે શખ્સ પૈકી એકને ઝડપી લીધો હતો, જ્યારે સુરતના ઉધના વિસ્તારના શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. ક્રિષ્ના એન્ટરપ્રાઈઝના વેપારી જગદીશ ભીખાભાઈ વામજા પાસેથી જીતેન્દ્ર મનસુખ જાકાસણીયા, સુરતના કરણ ભૂપેન્દ્રગીરી ગોસ્વામીએ ઉધાર પેટે રૂ. 4.10 લાખના કોલસા ખરીદી તેનું ચૂકવણું ન કરી તેમજ મોરબીના બે સીરામીક ઉધોગ કાર પાસેથી રુ.15 લાખની ટાઇલ્સ ખરીદી ચૂકવણું ન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી જીતેન્દ્ર જાકાસણિયાને ઝડપી લીધો હતૌ અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જ્યારે સુરતના કરણ ગૌસ્વામીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...