તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi નેચરલ ગેસમાં ભાવ વધારાથી મોરબી સિરામિક ઉદ્યોગને ફટકો

નેચરલ ગેસમાં ભાવ વધારાથી મોરબી સિરામિક ઉદ્યોગને ફટકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સીરામીક ઉધોગકારોને જાણ કર્યા વિના ભાવ વધારો કરતા ઉધોગકારોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ઉધોગકારોનાં જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આ ભાવ વધારો અસહ્ય છે. ગુજરાત ગેસ કંપની દ્વારા એક જ વર્ષ માં તોતિંગ ભાવ વધારો ઠોકી બેસાડયો છે અને આ મુદે મોરબી સિરામિક એસોશિએશન દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. સિરામિક એસોશિએશનનાં જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉધોગ દ્વારા વપરાતા ગેસના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૪૪ ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવેલ છે ૨૦૧૭ માં ટેક્સ સાથે રૂ.૨૭.૮૮ પૈસા થતા હતા. જે ૨૦૧૮માં ટેક્સ સાથે નવા ભાવ ૪૦.૨૭થતા ઉધોગને મોટો ફટકો પડી રહ્યો છે. જેથી વહેલી તકે ગેસનૉ ભાવ ઘટાડવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...