તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LCBએ ગેરકાયદે બોકસાઇટ સાથે 7 ટ્રક પકડી પાડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેર પંથકમાં થતી ખનીજ ચોરીની ઘટના અટકવાનું નામ લેતી નથી. ફરીવાર વાંકાનેર પંથકમાં ખનીજચોરી સામે આવતા મોરબી એલસીબીએ ગુરુવારે રાત્રે વાંકાનેર નજીક વઘાસીયા ટોલ નાકા પાસે વોચ ગોઠવી ચાઈના ક્લેના નામે રૂ 4.54 લાખના 227 ટન બોકસાઈટની હેરાફેરી કરતા ૭ શખ્સને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 7 ટ્રક રૂ 74.54લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાની બુમરાળ વચ્ચે મોરબી એલસીબીએ વાંકાનેરનાં વઘાસીયા ટોલનાકા પાસે ચાઈના ક્લાયના નામે બોક્સાઈટ ભરીને આવતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ગાડીઓને રોકતા તેની બિલ ચેક કરતા ચાઈના ક્લેના હતા પણ ટ્રકમાં તપાસ કરતા બોકસાઇટની હેરાફેરી સામેં આવતા ટ્રકચાલક જુસબ હુસેનભાઈ,ઇમરાન હસન,મોહન મહેશ્વરી,રિજવાન અબ્બુ,સલીમ આદમ, મુસ્તાક હારુન અને ગફુર ઉસ્માનરાય સહિતનાને ટ્રક સાથે ઝડપી લીધા હતા.પૂછપરછ દરમિયાન યુવરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ નકલી બીલ બનાવી બોકસાઇટ મોકલ્યાનું સામે આવ્યું હતું બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરા
મોરબી જિલ્લામાં મોટા પાયે ખનીજ ચોરી ચાલતી હોવા છતાં ખાણ ખનીજ વિભાગ મૂક દર્શક બની જોઈ રહ્યું છે. માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસ કરી સંતોષ માની રહ્યા છે. જો ખરેખર ખાણ ખનીજ વિભાગ યોગ્ય રીતે તવાઈ બોલાવે તો મોટા પાયે ખનીજ ચોર સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...