તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી જિલ્લાના સ્થાનિક નેતાગીરીથી નારાજ કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો

મોરબી જિલ્લાના સ્થાનિક નેતાગીરીથી નારાજ કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાના સ્થાનિક નેતાગીરીથી નારાજ કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો બુધવારે પ્રદેશ કોંગ્રેસને મળ્યા હતા અને સ્થાનિક નેતા ગીરી વિરુધ રજૂઆત કરી હતી.

૨૦૧૯માં લોકસભાની સામાન્ય ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની નારાજગી અને રાજીનામાના દોર ચાલી રહયા છે .

ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. અગાઉ વાંકાનેરના ધારાસભ્ય મોહમદ પીરજાદાએ સ્થાનિક નેતાગીરી સામે નારાજગી દર્શાવતા પ્રદેશ ક્ક્ષા કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેવામાં ફરી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાનીમાં ૧૬ સભ્ય મોરબી, માળિયા, વાંકાનેર તાલુકા પંચાયત મોરબી નગર પાલિકાના કેટલાક સભ્ય આજે વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓને મળ્યા હતા અને મોરબી જિલ્લા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વિરુદ્ધ રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ મોરબી કોંગ્રેસના સ્થાનિક નેતાઓના મનસ્વી વલણના કારણે માળિયા અને હળવદ તાલુકા પંચાયત ગુમાવી પડી હતી. તો જીલ્લા પંચાયતમાં પણ બહુમતી ને અવગણી અન્ય સભ્યને ટીકીટ આપી હતી અને પ્રદેશ લેવલે ખોટું રીપોર્ટીંગ કરી ખોટું ચિત્ર રજુ કર્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...