તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા 7ને ઝડપી લેવાયા

મોરબીમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા 7ને ઝડપી લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી સરતાન પર રોડ નજીક આવેલ ભક્તિ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ચાલતું જુગારધામ પોલીસે પકડી પડ્યું હતું અને સાત જુગારીને ઝડપી લઈ તેમની પાસેથી રૂ ૧,૦૮,૦૦૦ રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીઓને એલસીબીએ તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર પસાર થતા સરતાનપર રોડ પાસે આવેલ ભક્તિ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસ અને સ્ટાફની બાતમીના આધારે દરોડો પાડી દિપકભાઇ પ્રમોદભાઇ સીધપુરા રહે.મોરબી પંચાસર રોડ રાજ સોસાયટી, દિલીપભાઇ નારણભાઇ કાનાબાર રણછોડનગર અમૃતપાર્ક, પ્રભુભાઇ નરશીભાઇ બાવરવા રહે.રવાપર, પ્રાણજીવન ભાણજીભાઇ ચારોલા રહે.બેલા (રંગપર), જયેશભાઇ જીવાભાઇ મકવાણા રહે.વાંકાનેર પંચાસર રોડ તા.વાંકાનેર, શોયબભાઇ સુભાનભાઇ લોલાડીયા કાલીકાપ્લોટ મોરબી, સોનુસીંગ પ્રકાશસીંગ શેખાવત રહે.

મોરબી શહેરના કુબેર ટોકીઝ વાળાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ ૧.૦૮ લાખનો મુદામાલ કબજે કરી તમામની તાલુકા પોલીસને સોંપી ગુન્હો નોધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...