તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની અલગ-અલગ દારૂ અને બિયર છુપાવેલો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની પાસેથી દારૂ બિયર સહિત કુલ ૧૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં અન્ય એક ફરાર થઈ ગયો હતો.

મોરબી એ ડિવિઝન પોલીસના પીએસઆઇ પટેલ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલીકા પ્લોટ શેરી નંબર 3મા આવેલ સિદિક ઇસ્માઇલ ચાનીયાનાં મકાનમાં દારૂ છુપાવેલ હોવાની બાતમીના આધારે પોલિસે દરોડો પાડી અસલમ સલિમભાઈ ચાનીયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની વીદેશી દારૂનો રૂ.16 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સિદિક ઇસ્માઇલ ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...