તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીમાં વીજશોક લાગતાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું

મોરબીમાં વીજશોક લાગતાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના રોહિદાસ પરા વિસ્તારમાં રહેતાં એક પરિવારનો 6 વર્ષનો પુત્રને કોઈ કારણસર વીજ શોક લાગતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પરંતુ સારવાર મળે તે પહેલાં મોત થયું હતું. અન્ય એક બનાવ ઉમા ટાઉનશીપ પાસે એક યુવકને વીજ શોક લાગતા ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના રોહિદાસ પરા વિસ્તારમાં રહેતાં ચંદ્રેશભાઈ સાગઠિયાનો 6 વર્ષનો પુત્ર મિતને કોઈ કારણસર વીજ શોક લાગતા ગંભીર હાલતમાં સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર મળે તે પહેલાં મોત થયું હતું. અન્ય એક બનાવ ઉમા ટાઉનશીપ પાસે અનિલ ઉભેરજી માજી નામના યુવકને વીજ શોક લાગતા ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. બાળકને વીજ શોકથી મોતના પગલે ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...