તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં સાડા નવ કિલો ગાંજો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં પોલિસે મોટા પાયે ગાંજો સપ્લાય થવાની બાતમીના આધારે એસઓજીએ વોચ ગોઠવી બે શખ્સને રુ 57,408ની કિંમતના સાડા નવ કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રીક્ષા,મોબાઇલ સહીત 83 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબીમા નરકોટીકસ અંગે ડ્રાઇવ કરવા રાજય પોલિસના આદેશને પગલે એસપી ડો.કરણરાજ વાઘેલાનાં માર્ગદર્શનમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમીયાન એસઓજીનાં કિશોર મકવાણાને રાજકોટથી રીક્ષામા મોટા પ્રમાણમાં કેફી દ્રવ્ય આવતાં હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઇ એસ.એન સાટી અને સ્ટાફે શનાળા રોડ સૂર્યકીર્તિ કોમ્પ્લેક્ષ નજીક વોચ ગોઠવી જીજે3 એયૂ680 નંબરની રીક્ષામાંથી સાડા નવ કિલો ગાંજા સાથે હાજી ગની ભટ્ટી અને હિતેશ પીતાંબર મલ્લહારને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રુ 57,408ની કિંમતનો સાડા નવ કિલો ગાંજો,મોબાઇલ 2, રીક્ષા કબ્જે કર્યો હતો. વધુ તપાસ માટે આરોપીઓનેએ ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા.

અગાઉ 10 ગ્રામના પેકેટ કરી અન્ય લોકોને વેચ્યાની કબૂલાત
આરોપીઓ ઘણા સમયથી ગાંજા વેચવાના ધંધામાં સંડોવાયેલા હોવાની અને રાજકોટથી ગાંજો લાવી મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 10 -10 ગ્રામના પેકેટ બનાવી ગાંજો વેચ્યા હોવાની કબૂલાત કરી હતી.

5 પેકેટમાં મુદ્દામાલ છુપાવી રાખ્યો
આરોપીઓએ ગાંજો પકડાય નહીં કે કોઈને શંકા ન જાય તે માટે અલગ અલગ 5 પેકેટ રાખી તેના પર પ્લાસ્ટિક ઝબલા અને અન્ય ચીજ વીટી તેમાંથી ગંધ ન આવે અને અન્ય કોઈને શંકા પણ ન જાય તે રીતે પ્લાસ્ટિક સેલોટેપથી પેક કરી સંતાડ્યો હતો.

રાજકોટથી ગાંજો આવ્યાની કબૂલાત
પ્રાથમિક તપાસમાં આરોપીઓએ રાજકોટથી ગાંજો લીધાં હોવાનું અને મોરબીમાં અલગ અલગ સ્થળે 10 ગ્રામના પેકેટ વેચતાં હોવાનું કબૂલ કર્યું હતું.

પરપ્રાંતીય શ્રમિકો ગાંજો ખરીદે છે
મોરબી જિલ્લામાં મોટા પાયે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાં પરપ્રાંતીય મજૂર ગાંજાનું સેવન કરતા હોય છે. આ મજૂરો જ્યારે પણ પોતાના વતન જાય ત્યારે ગાંજો લાવતા હોય છે અથવા આ રીતે આવા ગાંજો વેચતા શખ્સો પાસેથી ખરીદતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...