પટેલ વૃધ્ધાનું આજે જીવતા જગતિયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુસ્તક વિમોચન સહિતના અનેકવિધ આયોજનો

ભાસ્કર ન્યુઝ મોરબી

મોરબીમાંરહેતા આદ્રોજા પરિવારના વયોવૃદ્ધ માતાએ પોતાના જીવનના સુખ દુઃખ, ચડાવ ઉતાર જોઈ લીધા હોય, પોતાના જીવનમાં કોઈ ઈચ્છા બાકી હોવાથી ઉમરલાયક થયેલા માજીએ પરિવારને પોતાની અંતિમ ઈચ્છા જણાવીને જીવતા જગતિયું કરવાનું કહ્યું હતું આથી ધામધૂમથી જીવતા જગતિયું કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

મોરબીના રહેવાસી આદ્રોજા પરિવારના સ્વ. હરજીભાઈ આદ્રોજાના પત્ની ગં.સ્વ. મોતીબેન હરજીભાઈ આદ્રોજાએ અનેક પેઢીના સુખ ભોગવી લીધા હતા અને જીવનમાં કોઈ ઈચ્છા કે આકાંક્ષાઓ પૂર્ણ કરવાની બાકી રહી હોય, વયોવૃદ્ધ ઉમરે પહોંચેલા માતાએ તેમના સંતાનોને પોતાની અંતિમ ઈચ્છા તરીકે જીવતા જગતિયું કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો શ્રવણ સમાન પુત્રોએ માતાની આજ્ઞાનો આદર કરીને વાજતે ગાજતે તેમની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો હતો જેમાં આજે તા. ૧૮ ને શનિવારે શનાળા ગામે આવેલી પટેલ સમાજની વાડીમાં કાર્યક્રમો યોજાનાર છે જેમાં સવારે શોભાયાત્રા, સંતોનું અભિવાદન, આશીર્વચન અને ત્યારબાદ સ્મરણાંજલિ પુસ્તિકાનું વિમોચન અને આભારવિધિ સહિતના કાર્યક્રમો ધામધુમથી ઉજવવામાં આવનાર છે.

મોરબીના માડીએ જ્ઞાતિજનોને એક સાથે જોવાની ઇચ્છા વ્યક્ત કરી

અન્ય સમાચારો પણ છે...