તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi બાઈક આડું નાખતા કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો

બાઈક આડું નાખતા કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળીયાની એસબીઆઈ બેંક નજીક એક યુવક પર ચાર જેટલા શખ્સે બાઈક આડું નાખવા મુદે થયેલ ઝઘડાનો ખાર રાખી ધારિયા,પાઈપ ધોકા સહિતના હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં યુવકને પ્રથમ માળિયા સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. માળીયામાં રહેતા સલીમભાઈ સામતાણીના ભત્રીજા ફકરુદીન સામતાણીને ગામના અઝહર જેડા સાથે બાઈક આડું રાખવા મુદે ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખી હનીફ અલીમામદ જેડા, અઝહર જેડા, સિકંદર જેડા,શેરમામદ જેડા સહિતનાએ સલીમભાઈ સામતાણી અને તેમના ભત્રીજા ફકરુદીન સામતાણી ધારિયા,ધોકા અને પાઈપ જેવા હથિયારથી હુમલો કરી ઈજા પહોચાડી હતી બનાવ અંગે માળિયા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...