તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજૂર મંડળીના પ્રમુખ સહિત 2ની અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લામાં ચર્ચિત તળાવ કૌભાંડમાં પોલિસે હળવદનાં બે શખ્સને શન્કાનાં આધારે પુછપરછ માટે લાવ્યા હતા દરમીયાન તેમની પણ આ કૌભાંડમાં સંડોવણી ખુલતા તેની અટકાયત કરી હતી. તો અગાઉ ઝડપાયેલા પુર્વ કાર્યપાલક ઈજનેર અને અન્ય શખ્સનાં રીમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટે આરોપીના વધું 3 દિવસના રીમાન્ડ મન્જુર કર્યા હતા. બનાવની મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઇ માટેના તળાવને ઊંડા ઉતારવાની કામગીરીમાં કરોડો રૂપિયાનાં બિલ મુકાયા પણ મોટા ભાગના તળાવ ની માટી પણ દૂર ખસેડી ન હોવાનું સામે આવતા મોટા પાયે ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી રાજય સરકારે એક ટીમ મોકલી તપાસ કરતા મોટા પાયે ગેરરીતિ સામે આવી હતી.જેમાંનાની સિંચાઇ યોજનાના પુર્વ કાર્યપાલક ઈજનેર સી.ડી.કાનાણી સહિતના 2શખ્સની અટકાયત કરી પુછપરછ કરતાં અલગ અલગ મંડળીનાં પ્રમુખ અને અન્ય કેટલાક લોકોની સંડોવણી સામે આવતા પોલિસે શન્કાનાં આધારે ભરત રાઠોડ અને ગુણવંત ઉર્ફે ગણેશ રાઠોડની અટકાયત કરી હતી. અને તેની પુછપરછ.કરી હતી.તો બીજી તરફ પુર્વ કાર્યપાલક ઈજનેર સી.ડી કાનાણી અને ખાનગી પેઢીના પ્રોપરાઇટર ચૈતન્ય જયંતિ લાલ પંડ્યાનાં રીમાન્ડ પૂર્ણ થતાં પોલિસે વધુ રીમાન્ડની માગણી કરતા કોર્ટે વધુ 3 દિવસના રીમાન્ડ મન્જુર કર્યા હતા.

તળાવ કૌભાંડમાં ઉચાપતનો આંક 1.12 કરોડ પહોંચ્યો
મોંરબીમાં તળાવ ઊંડા ઉતારવાના કામમાં પુર્વ કાર્યપાલક ઈજનેર સામે અગાઉ રુ.64 લાખની ઉચાપતનૉ આંક થયો હતો જોકે આ દરમિયાન પોલિસ તપાસ દરમિયાન આ આકડો વધીને 1 કરોડ 12 લાખ સુધી પહોંચી ગયો હતો. જોકે હજુ પણ અનેક કામની તપાસ ચાલુ હોવાથી આ આંક વધી શકે તેવી પૂરેપૂરી શકયતા રહી છે.

અન્ય સમાચારો પણ છે...