તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi ટંકારામાં ચાલતા આર્ય સમાજના વેદ પ્રચારની પૂર્ણાહુતિ, 5 માસમાં 251 ઘરમાં વૈદિકયજ્ઞ

ટંકારામાં ચાલતા આર્ય સમાજના વેદ પ્રચારની પૂર્ણાહુતિ, 5 માસમાં 251 ઘરમાં વૈદિકયજ્ઞ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : આર્ય સમાજ ટંકારા દ્વારા ચાલતા વેદ પ્રચાર અભિયાન આગામી રવીવારે પુર્ણાહુતી થશે. અભિયાન દ્વારા પાંચ માસ દરમિયાન ૨૫૧ ધરોમા વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની ટંકારામાં વૈદિક સિદ્ધાંતોનો સંદેશ યજ્ઞ દ્વારા ઘર ઘર સુધી પહોંચવા માટે આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા સન ૨૦૦૯ થી વેદ પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પુર્ણાહુતી કાર્યક્રમમાં સવારે ૮:૩૦ વાગ્યે શરૂ થશે જેમાં યજ્ઞ અને યજમાનોને આશીર્વાદ ૯:૩૦ સ્વાગત પછી ભજન ૧૦ વાગ્યા થી અભિયાન પ્રતિભાગીના પ્રતિભાવ ૧૧ વાગ્યા થી વિદ્વાનો નું પ્રવચન અને અંતમાં સૌ સાથે ભોજન લઈ અને વેદ પ્રચાર અભિયાનની પૂર્ણાહૂતિ કરશે. કાર્યકમ ને સફળ બનાવવા સંસ્થા ના હસમુખજી પરમાર પંડિતજી સહીત આર્યવિરો અને આર્ય વિરાગના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...