Divya Bhaskar

Home » Saurashtra » Morbi » Morbi » Morbi - મોરબી માળિયા હાઇવે પર બે દિવસ પહેલા મોડી રાત્રે

મોરબી માળિયા હાઇવે પર બે દિવસ પહેલા મોડી રાત્રે

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:56 AM

મોરબી માળિયા હાઇવે પર બે દિવસ પહેલા મોડી રાત્રે ત્રણ જેટલા લૂંટારું ત્રાટકયા હતા અને પેટ્રોલ પમ્પનાં કર્મી માર...

  • Morbi - મોરબી માળિયા હાઇવે પર બે દિવસ પહેલા મોડી રાત્રે

    મોરબી માળિયા હાઇવે પર બે દિવસ પહેલા મોડી રાત્રે ત્રણ જેટલા લૂંટારું ત્રાટકયા હતા અને પેટ્રોલ પમ્પનાં કર્મી માર મારી ટેબલમા રાખેલ રુ.5200ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જોકે આ અંગે 48 કલાક બાદ પણ ફરિયાદ ન થતા તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

    મોરબી માળિયા હાઇવે પર આવેલ મહાદેવ પેટ્રોલ પમ્પમાં બે દિવસ પહેલા લૂંટારું ત્રાટકયા હતાં અને તેમાં કામ કરતા કર્મચારી પર હુમલો કરાયો હતો. ટેબલમાં રાખેલ રુ 5000 હજાર લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર પંથકમાં આવા બનાવોની સંખ્યા વધવા પામી છે ત્યારે પેટ્રોલીંગ સઘન બને તેવી માંગણી થઇ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending