Home » Saurashtra » Morbi » Morbi » Morbi - મોરબીના લુંટાવદર અને માળીયાના વેજલપર ગામમાં પોલીસે દરોડા પાડી

મોરબીના લુંટાવદર અને માળીયાના વેજલપર ગામમાં પોલીસે દરોડા પાડી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:56 AM

મોરબીના લુંટાવદર અને માળીયાના વેજલપર ગામમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જ્થ્થો પકડી પડ્યો હતો અને રૂ ૧.૬૮...

  • Morbi - મોરબીના લુંટાવદર અને માળીયાના વેજલપર ગામમાં પોલીસે દરોડા પાડી

    મોરબીના લુંટાવદર અને માળીયાના વેજલપર ગામમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જ્થ્થો પકડી પડ્યો હતો અને રૂ ૧.૬૮ લાખની કિમતનો ૫૧૯ બોટલ વિદેશી દારુનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગેની મળતી વિગત મુજબ માળીયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશભાઈ બલાસરાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ જે ડી ઝાલા અને સ્ટાફે વેજલપર ગામની સીમમાં વાલે રતીલાલ ભગવાનજી નાયકપરાના ખેતરની સીમમાં આવેલ તલાવડીમાં અલગ અલગ કંપનીનો દારૂ ઉતારેલ અલગ અલગ કંપનીનો રૂ ૧.૩૮ લાખની કિમતનો ૪૬૩ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને તમામ સામે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.તો અન્ય એક બનાવમાં મોરબી તાલુકા પોલીસે લૂટાવદર ગામ પાસે રફીક આમદ ચાનીયાના મકાનમાં વિદેશી દારૂની હેરાફેરી થતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી રૂ ૨૯,૧૨૦ ની કિમતની ૫૬ બોટલ વિદેશી દારુ પકડી પાડ્યો હતો અને તેમની સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ