Home » Saurashtra » Morbi » Morbi » Morbi - મોરબીની સેપક સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ

મોરબીની સેપક સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:55 AM

મોરબી : રાજ્ય કક્ષાની સેપક ટકરાવ સ્પર્ધા મહેસાણા ખાતે યોજાઈ હતી.જેમાં મોરબીની નાલંદા વિદ્યાલયની ટીમોએ આજે ભાઈઓની...

  • Morbi - મોરબીની સેપક સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ
    મોરબી : રાજ્ય કક્ષાની સેપક ટકરાવ સ્પર્ધા મહેસાણા ખાતે યોજાઈ હતી.જેમાં મોરબીની નાલંદા વિદ્યાલયની ટીમોએ આજે ભાઈઓની કેટેગરીમાં ગોલ્ડ તેમજ અન્ડર-૧૯ ભાઈઓની કેટેગરીમા બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. મહેસાણા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સેપક ટકરાવ અન્ડર-૧૪ થી અન્ડર -૧૯ની સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી ત્રણ ટીમ જોડાઈ હતી જેમાં મોરબીની નાલંદા વિદ્યાલયની અન્ડર -૧૪ ભાઈઓ અને અન્ડર-૧૯ ભાઈઓની ટીમે ભાગ લીધો હતો.જેમાં આ નાલંદા વિદ્યાલયની અન્ડર-૧૪ ભાઈઓની ટીમે બાજી મારીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અન્ડર-૧૯ ભાઈઓની ટીમે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. હવે આ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ તકે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના કોચને શાળા સંચાલકોએ શુભેચ્છા પાઠવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ