Home » Saurashtra » Morbi » Morbi » Morbi - ટંકારામાંથી ખનીજચોરીમાં રેતી ભરેલા 4 ટ્રક ઝડપાયા

ટંકારામાંથી ખનીજચોરીમાં રેતી ભરેલા 4 ટ્રક ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:55 AM

4 ટ્રકચાલકની અટકાયત કરી પૂછપરછ રાજકોટના આર.આર.સેલની ટીમે ઝડપ્યા

  • Morbi - ટંકારામાંથી ખનીજચોરીમાં રેતી ભરેલા 4 ટ્રક ઝડપાયા
    મોરબીશહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ઓવર લોર્ડિંગ અને ખનીજ ચોરીની ઉઠતી ફરીયાદને પગલે રાજકોટ આર.આર.સેલ ની ટીમે ટંકારા નજીક ૧૦૦ ટનથી વધુ રેતી ભરેલા ચાર ટ્રક પકડી પડ્યા હતા. રાજકોટ રેન્જ વિસ્તાર ચાલતી ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવતિ નાબુદ કરવાના ડીઆઈજી સંદીપસિંહનાં આદેશને પગલે રાજકોટ આર.આર.સેલના પીએસઆઇ એમ.પી.વાળા અને સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ટંકારા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.અને ઓવરલોડીગ ભરેલ રેતી ભરેલ ટ્રકો પકડી પાડ્યા હતા અને ટ્રક ચાલક ચોથાભાઇ થોભણભાઇ ઝાપડા, ફીરોઝ યુસુફભાઇ હીંગોરીયા,કમલસીંગ મગસીંગ સીસોદીયા, દીલીપ જેન્તીભાઇ બાબરીયાને ઝડપી લીધા હતા. ટ્રકોમાં ભરેલ રેતી ૧૦૦ ટનથી વધુનૉ જથ્થો સીઝ કરી મદદનીસ ભુસ્તર શાસ્ત્રી, મોરબી ખનીજ ખાતા તરફ રોયલ્ટી વસુલ કરવા જરૂરી કાર્યવાહી કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ