• Home
  • Saurashtra
  • Morbi
  • Morbi - મોરબી જિ.પંચાયતના મહિલા સભ્યના પતિનો પુત્રીના પ્રેમી યુવકના ઘર પર હુમલો

મોરબી જિ.પંચાયતના મહિલા સભ્યના પતિનો પુત્રીના પ્રેમી યુવકના ઘર પર હુમલો

વાહન સળગાવી, યુવક અને તેના પરિવાર પર કર્યો હુમલો, ઘરમાં તોડફોડ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:55 AM
Morbi - મોરબી જિ.પંચાયતના મહિલા સભ્યના પતિનો પુત્રીના પ્રેમી યુવકના ઘર પર હુમલો
મોરબી જિલ્લા પંચાયતનાં સભ્યના પતિએ પુત્રી સાથે પ્રેમ સબંધ રાખતા એક યુવક અને તેના પરિવાર પર હથિયાર સાથે હુમલો કર્યો હતો. આટલેથી નહી અટકતા ઘરની બહાર રાખેલા છકડો રીક્ષા અને ટેમ્પો સળગાવી નાખી ઘરમાં તોડફોડ કરી હતી. બાદમાં યુવક અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં જિલ્લા પંચાયતનાં સભ્ય હળવદ તાલુકાની બેઠકના મહિલા સભ્ય કાંતાબેનનાં પતિ હનુભાઈ જેસિંગભાઈ વિઠ્ઠલાપરાની પુત્રી સાથે અનીલભાઈ ભરતભાઇ આકરિયાને પ્રેમ સંબંધ હોય જે બાબતે અગાઉ બોલાચાલી થઇ હતી. બાદમાં ગત શનિવારે મોડી રાત્રે હનુભાઈ વિઠ્ઠલાપરા, તેના પુત્ર અશ્વિનભાઈ, ધીરુ ઉર્ફે ધારા દિપકભાઈ કોળી, અને અક્ષય મગનભાઈ કોળી સહીતનાં ધસી ગયા હતા અને પુત્રી સાથે પ્રેમ સંબંધ તોડી નાખવા ધાક ધમકી આપી હતી. તેમજ ધોકા અને પાઇપ જેવા હથિયારથી હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ઘરની બહાર આવેલ છકડો રીક્ષા અને ટેમ્પો સળગાવી નાખી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતનો સ્ટાફ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

X
Morbi - મોરબી જિ.પંચાયતના મહિલા સભ્યના પતિનો પુત્રીના પ્રેમી યુવકના ઘર પર હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App