• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબી પાલિકા કચેરીને વિફરેલી મહિલાઓએ તાળાબંધી કરી દીધી

મોરબી પાલિકા કચેરીને વિફરેલી મહિલાઓએ તાળાબંધી કરી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીશહેરમાં વરસાદ બાદ ગંદકીની વ્યાપક ફરિયાદોનો સિલસિલો યથાવત છે. શહેરને ગંદકીમુક્ત કરવાના પાલિકાના દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે. આજે મોરબીની અરિહંત સોસાયટીની મહિલાઓએ હલ્લાબોલ કરતા પાલિકા કચેરીએ તાળાબંધી કરવામાં આવી હતી અને બાદમાં ખાતરીનું ગાજર આપીને મહિલાઓને રવાના કરી હતી.

મોરબીના શનાળા રોડ પર આવેલી અરિહંત સોસાયટીમાં બેફામ ગંદકીથી લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હોય અગાઉ તંત્રને લેખિત અને મોખિક રજૂઆતો કરી હતી જેમાં ખાતરી આપવામાં આવી હતી કે જલદીથી સાફ સફાઇ હાથ ધરાશે. જો કે ખાતરી આપીને તંત્ર ભૂલી જતું હોય તેવું અહીં પણ થયું હતું. જેથી રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરતા તંત્ર ગભરાયું હતું અને કચેરીના મુખ્ય ગેટને તાળા લગાવી મહિલાઓને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે મહિલાઓ કોઈ વાત સાંભળવા માટે તૈયાર હોય અંતે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસની ઉપસ્થિતિમાં મહિલાઓએ પાલિકાના ઉપપ્રમુખ સમક્ષ ગંદકીની ઉગ્ર રજૂઆત કરી હતી. તેના વિસ્તારમાં બેફામ ગંદકીથી લત્તાવાસીઓ કંટાળી ગયાનું જણાવ્યું હતું. મહિલાઓનો રોષ પારખીને તંત્ર દ્વારા ફરીથી ખાતરી આપી દેવામાં આવી હતી.

બહેનો આક્રોશ પૂર્ણ રજૂઆત કરવા ધસી ગઇ હતી.

હજુ પણ અનેક વિસ્તારોમાં ગંદકી જેમની તેમ ખદબદે છે

પાલિકાકચેરીએ વરસાદ બાદ પ્રશ્નોનો મારો ચાલ્યો હતો ત્યારે ગત તા. ૩ના રોજ પાલિકા કચેરીએ અખબારી યાદી પ્રસિદ્ધ કરીને ત્રણ દિવસમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી જોકે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભના પ્રશ્નો તેમજ ગંદકીની સમસ્યા યથાવત છે, જેથી ફરીથી પાલિકાએ મોરચા ખુલવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...