તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીમાં જમાઇને કામ ધંધો કરવાના મુદ્દે સલાહ આપતા મામલો

મોરબીમાં જમાઇને કામ ધંધો કરવાના મુદ્દે સલાહ આપતા મામલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં જમાઇને કામ ધંધો કરવાના મુદ્દે સલાહ આપતા મામલો બિચક્યો હતો અને સાસુએ ઠપકો આપતાં તેને માર પડ્યો હતો. પોરબંદરમાં રહેતા પન્નાબેન ખોડાભાઈ પરમારની પુત્રી મધીબેનના લગ્ન મોરબીમાં રહેતા અર્જુન જીવાભાઈ ભાટી સાથે થયા હતા. મધીબેનને ટીબી થતા પનાબેન પુત્રીના ખબરઅંતર પૂછવા આવ્યા હતા. આ દરમિયાન જમાઈ કામ ધંધો ન કરતા હોવાનું જાણવા મળતા સાસુએ જમાઈને કામ ધંધે ચઢવાનું કહી ઠપકો આપ્યો હતો. આ વાતથી જમાઈ અર્જુન ઉશ્કેતાઈ ગયો હતો અને સાસુને પાઈપ વતી મારમાર્યો હતો. આ ઉપરાંત અર્જુનના પિતા જીવાભાઇએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...