તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • ખૂંટિયાઓને ટ્રકમાં ભરી મોકલતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, સરપંચ સહિત 6 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખૂંટિયાઓને ટ્રકમાં ભરી મોકલતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, સરપંચ સહિત 6 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ તાલુકાનાં લતિપુર ગામ પાસેથી જીવદયાપ્રેમીઓએ પોલીસને સાથે રાખી લતિપુર ગૌશાળા માંથી પાંચ જેટલા ટ્રકોમાં ક્રુરતા ભરી બાંધીને ગેરકાયદે લઇ જવાતા ૪૦ જેટલા રૂ.2 લાખની કિંમતનાં ધણખૂંટ ઝડપી પાડયા હતા. બનાવ અંગે લતિપુર ગૌશાળાનાં સંચાલક જિલ્લા ભાજપના ઉપપ્રુમખ અને ભાજપનાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, ગામના સરપંચ સહિત છ શખ્સો સામે ધ્રોલ પોલીસમાં ફરીયાદ નોંધાતા જિલ્લાભરમાં ભારે ચકચાર જાગી છે. લતિપુર ગામે ટંકારા રોડ પર આવેલા ગૌશાળામાંથી પાંચ ટ્રક પશુ ભરવા આવવાના હોવાની મોરબીનાં કમલેશભાઇ ભવાનભાઇને બાતમી મળતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જીવદયા પ્રેમીનાં ગ્રુપના સદસ્યો પહોંચ્યા હતાં. જયાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ગણેશ મુંગરા, જગાભાઇ જેઠાભાઇ રામાણી, હસમુખભાઇ રામાણી, લાલજીભાઇ સરપંચ, ભગવતભાઇ રામાણી, સંજયભાઇ પટેલ ગૌશાળામાં પાંચ ટ્રકમાં તાલપત્રી બાંધી ખૂંટિયાઓને ક્રૂરતાપૂર્વક ભરી ગેરકાયદે અન્ય સ્થળે મોકલવાની પેરવી કરતા મળી આવ્યા હતાં. આથી દિનેશભાઇએ પોલીસને જાણ કરી હતી.આથી ધ્રોલ પોલીસ દોડી ગઇ હતી. જયાં તપાસ કરતાં પાંચ ટ્રકોમાં આઠ આઠ ધણખૂંટ મળી અંદાજે ૨ લાખની કિંમતનાં 40 ધણખૂંટ ટ્રકનાં ઠાંઠામાં ઉપરાઉપરી ભરી પગે દોરડા બાંધીબાંધી એકબીજા શ્વાસ ન લઇ શકે તેવી રીતે ક્રુરતાપૂર્વક ભરી તેમાં પાણી કે ઘાસચારો નાંખ્યા વગર રાખેલા મળી આવ્યા હતાં.આથી ધ્રોલ પોલીસે અનિલભાઇની ગૌશાળાનાં સંચાલક જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ગણેશભાઇ મુંગરા,લાલજીભાઇ સરપંચ સહિત છ શખ્સો તેમજ પાંચેય ટ્રક ડ્રાયવરો વિરુધ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ તેમજ પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ગુનો નોંધી પાંચ ટ્રક કિંમત રુપિયા ૨૨,૫૦,૦૦૦ તેમજ ૪૦ ધણ ખૂંટકિંમત રુપિયા ૨,૦૦,૦૦૦/-નાં કબજે લીધા હતાં. બાદમાં તમામ ધણખૂંટને રાજકોટમોકલી આપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો