તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીમાં દોઢ કલાકમાં અતિ ઉપયોગી પવિત્ર તુલસીના 1000 રોપનું વિતરણ

મોરબીમાં દોઢ કલાકમાં અતિ ઉપયોગી પવિત્ર તુલસીના 1000 રોપનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમા મયુર નેચર ક્લબ,પ્રેસ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આરોગ્ય માટે અતિ ઉપયોગી અને પવિત્ર ગણાતા તુલસીના રોપનું જુદી - જુદી સંસ્થા દ્વારા વિતરણ કરતા ફક્ત દોઢ જ કલાકમાં ૧૦૦૦ તુલસીના રોપનું વિતરણ કરાયું હતું.

પ્રકૃતિનાં જતન માટે વર્ષોથી કાર્યરત મોરબીની મયુર નેચર કલબ સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ રોપાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. હજુ એક મહિના પહેલા 2000 જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કર્યા બાદ ફરીવાર આજે મોરબીમાં મયુર નેચર કલબ, પ્રેસ કલબ, વનવિભાગ ટંકારા અને લાયન્સ કલબ દ્વારા રામ ચોક ખાતે તુલસીના રોપનું વિતરણ કરવામાં આવતા પ્રકૃતિપ્રેમીઓએ રીતસરની કતારો લગાવી બહુ ગુણકારી તુલસીના રોપ મેળવ્યા હતા. અને દોઢ કલાકના સમયગાળામાં ૧૦૦૦ તુલસીના રોપનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...