• Gujarati News
  • ^ બે દિવસ પહેલાં કોંગી નગરસેવકો ભાજપમાં જોડાયા હતાં

^ બે દિવસ પહેલાં કોંગી નગરસેવકો ભાજપમાં જોડાયા હતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ બે દિવસ પહેલાં કોંગી નગરસેવકો ભાજપમાં જોડાયા હતાં



ઓખાનગરપાલિકામાં છેલ્લા એકાદ વર્ષથી સખડ-ડખળ વધતાં રહયા છે અને શનિવારે ભાજપ શાસીત નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખે પદ ઉપરથી રાજીનામા આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે આગામી 20મી તારીખે મળનારી જનરલ બોર્ડની મીટીંગમાં વિપક્ષી કોંગ્રેસ દ્વારા હાલના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ તે પહેલાં પ્રમુખ અને ઉપપ્રમુખ બન્નેએ રાજીનામા આપતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતાં. ઓખા નગરપાલિકા પ્રમુખ સુભાષભાઇ ભાયાણી તથા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ ઘેડીયાએ એકસાથે પદ પરથી રાજીનામુ આપતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતાં અને ઓખા નગરપાલીકાનું રાજકારણ ફરી ચર્ચાનો વિષય બન્યુ હતું. કોંગ્રેસના સોમીબેન પેથાભાઇ ચાનપા, જસુબેન બાલુ કેર સહીતના નગરસેવકો શુક્રવારે ભાજપમાં જોડાયા હતા અને તેની ગણતરીની કલાકોમાં પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામાથી સમગ્ર ઓખામંડળ પંથકમાં અનેક પ્રકારની અટકળો બન્ને પદ માટે શરૂ થઇ છે.