મેંદરડા | મેંદરડાની ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે 69માં વનમહોત્સવની ઉજવણી કરાઇ હતી. સામાજિક વનીકરણ રેન્જ મેંદરડા દ્વારા આયોજીત કાર્યક્રમમાં ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કુલ, સનશાઇન સ્કુલ સહિતની શાળાનાં બાળકોને એક એક વૃક્ષનું વિતરણ કરી તેનું જતન કરવા માહિતી આપી હતી. આ તકે મામલતદાર, શિક્ષણ સમિતીનાં પૂર્વ ચેરમેન, સરપંચ, મેંદરડા ફોરેસ્ટ ઓફિસ, શાળાનાં આચાર્યો સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.