મેંદરડામાં PGVCL કચેરીએ અન્ય બ્રાંચના ચેક નથી લેવાતા

માત્ર લોકલ બ્રાંચના ચેક સ્વીકારવાતા હોય ગ્રાહકો પરેશાન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:16 AM
મેંદરડામાં PGVCL કચેરીએ અન્ય બ્રાંચના ચેક નથી લેવાતા
મેંદરડા પીજીવીસીએલ કચેરીમાં લાઈટ બીલમાં અન્ય બ્રાન્ચનાં ચેક લેવાતા ન હોય ગ્રાહકો હાલાકીમાં મુકાઈ જાય છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા શહેરમાં PGVCL ની કચેરી ખાતે લાઈટ બિલના ભરણાં પેટે માત્ર લોકલ બ્રાંચના ચેકો ગ્રાહકો પાસેથી સ્વીકારવામાં આવે છે. આ નિયમોમાં ફેરફાર કરીને PGVCL અન્ય બ્રાંચના ચેક પણ સ્વીકારે, એવી અરજી એક અરજદારે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને કરી છે. મેંદરડાની PGVCL ની કચેરીમાં લોકલ બ્રાંચના ચેક બિલ પેટે સ્વીકારવામાં આવે છે. અન્ય બ્રાંચના ચેક સ્વીકારવાની ના પાડવામાં આવે છે. આ ચેક સ્વીકારવા અંગેની વિસંગતતા દૂર કરી ગ્રાહકો સરળતાથી વીજ બિલ ભરી શકે તેવી સુવિધા કરી આપવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.

X
મેંદરડામાં PGVCL કચેરીએ અન્ય બ્રાંચના ચેક નથી લેવાતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App