જૂનાગઢનાં ઇવનગર પાસે વધુ 1 ટ્રક પલટી મારી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં ઇવનગર - મેંદરડા વચ્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે. પરિણામે વાહનની અવર જવર આ માર્ગ પર વધી ગઇ છે. આ ઉપરાંત આ માર્ગ પર ભયજનક વળાંક આવેલા છે. જૂનાગઢ વાયા ઇવનગર મેંદરડા રોડ વચ્ચે સાત વળાંક છે,તેમાં ત્રણ વળાંક ભયજનક છે. અહીં વારંવાર વાહન પલટી મારી જાય છે. ત્યારે ગુરૂવારે ઇવનગર પાસે એક ટ્રક રેલીંગ તોડી નીચે ઉતરી ગયો હતો. જોકે કોઇ જાનહાની થઇ ન હતી. આ માર્ગ પર વારંવાર વાહન નીચે ઉતરી જાય છે ત્યારે અહીં સાઇન બોર્ડ લગાવવાની ખાસ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...