તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mendarda
  • મેંદરડા રોડને વંથલી સાથે જોડવા પથરેખા એ મુજબ કામગીરી કરવા ધારાસભ્યની રજૂઆત

મેંદરડા રોડને વંથલી સાથે જોડવા પથરેખા-એ મુજબ કામગીરી કરવા ધારાસભ્યની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ મેંદરડા રોડને જૂનાગઢ બાયપાસ કરી વંથલી રોડ સાથે જોડવાની થતી કામગીરીમાં ફેરફાર કરાવવા રજૂઆત કરી છે. ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ કામગીરી માટે સૌપ્રથમ પથરેખા એ મંજુર કરી હતી જે ટેકનીકલી, ફિઝીકલી રીતે અને ફાઇનાન્સિયલ રીતે યોગ્ય હતી. પરંતુ હાલમાં આ કામગીરી પથરેખા બી મુજબ કરવામાં આવી રહી છે.આના કારણે એકતો રસ્તાનું અંતર વધી જશે. બીજું ખર્ચ પણ વધી જશે. ત્રીજું આ કામગીરીના કારણે 16થી વધુ ખેડૂતોની જમીન કપાતમાં જશે જેના કારણે જમીન સંપાદનનો પણ પ્રશ્ન ઉપસ્થિત થશે.આ અંગે અસરકર્તા ગ્રામજનો, ખેડૂતો અને ઇવનગરના સરપંચે રજૂઆત કરી હોય આ કામગીરી પથરેખા બી મુજબ થતી અટકાવી પથરેખા એ મુજબ કરવા માંગ કરી છે.પથરેખા બી મુજબ કામગીરી કરવાથી સરકારી તિજોરી પર ભારણ વધશે તેમજ આ કામગીરીમાં ભયજનક વળાંકો પણ આવશે જેના કારણે અકસ્માતો સર્જાવાની પણ ભિતી વ્યકત થઇ રહી છે. રજૂઆતને ધ્યાને લઇ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે થપરેખા એ મુજબ કામગીરીની સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...