તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • માંગરોળમાં જ્યાં ત્યાં ફેંકાતું પ્લાસ્ટીક ગૌમાતા માટે બને છે મોતનું કારણ

માંગરોળમાં જ્યાં ત્યાં ફેંકાતું પ્લાસ્ટીક ગૌમાતા માટે બને છે મોતનું કારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેરરસ્તા પર રઝળતી પ્લાસ્ટીક બેગ અને નકામાં કચરો ગાય માટે ઘાતક પુરવાર થઇ રહયો છે. તાજેતરમાં માંગરોળમાં પેટમાં વધુ પ્રમાણમાં એકત્ર થયેલો પ્લાસ્ટીકનો જથ્થો ગાભણી સહિત બે ગાયોનાં મોતનુ કારણ બન્યો છે. માંગરોળમાં 15 જેટલા યુવાનો બિમાર, અશકત, અપંગ ગંભીર રીતે ઘવાયેલી ગાયોની સારવાર માટે હંમેશા ખડેપગે હોય છે. ગાયની તકલીફ હોવાને અડધી રાત્રે પણ ફોન આવે એટલે યુવાનોની ટીમ ત્યાં હાજર થઇ જાય છે. સંજોગોવસાત ગાયનાં શરીરે પડી ગયેલા ઘા તેમાંથી નીકળતુ લોહી, રસી, ખદબદતી જીવાતોને ડ્રેસીંગ કરી સાફ કરે છે. અને દવા આપી નજીકની ગૌશાળામાં સારવાર માટે મોકલી આપે છે. દરમ્યાન હાલમાં શહેરના માંગરોળ- પોરબંદર બાયપાસ રોડ પર બે ગાયો બિમાર રોવાની અને હલન-ચલન પણ કરતી હોવાની ગૌસેવકોને જાણ કરી હતી જેથી ગૌ-રક્ષા સેનાના જી.કે.રબારી, સુરજણસિંહ ખાચર સહિતનાં યુવાનો ત્યાં દોડી ગયા હતા. પરંતુ સ્થળ પર પહોંચે ને જોતા ગાયો મૃત્યુ પામી હોવાનુ જણાઇ આવતા પશુ ડોકટર ચાવડાને જાણ કરી હતી. જયાં પી.એમ કરતાં મૃત ગાયનાં પેટમાંથી 14 થી 15 કી.ગ્રા પ્લાસ્ટીક અને નકામો કચરો એકઠો થતો પાચન ક્રીયામાં અવરોધ થતાં તેનું મોત નીપજયું હોવાનુ માલુમ પડયુ હતું બંને ગાયો પૈકી એક ગાય તો ગાભણી હોવાનું જણાતા ગૌસેવકોમાં નિરાશા ઘેરી વળી હતી. લોકો વધેલી અને વાસી ખાધવસ્તુઓનો યોગ્ય નિકાલ કરવાને બદલે પ્લાસ્ટીક, ઝબલાથેલીમાં નાખી રસ્તા પર ફેંકી દે છે. પ્લાસ્ટીક ગાયનાં પેંટમાં જવાથી તકલીફો સહન કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...