• Gujarati News
  • રાજ્યમાંનવ વિધાનસભા અને એક લોકસભાની મળીને કુલ દસ બેઠકો

રાજ્યમાંનવ વિધાનસભા અને એક લોકસભાની મળીને કુલ દસ બેઠકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંનવ વિધાનસભા અને એક લોકસભાની મળીને કુલ દસ બેઠકો પર તા. 13મીએ યોજાનારા મતદાન માટે આવતીકાલે ગુરુવારે સાંજે કલાકે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આવતીકાલે ગુરુવારે છેલ્લા દિવસે જાહેર સભાઓ અને રેલીઓ કાઢીને પ્રચાર કરવાનું આયોજન કરાઇ ગયુ છે. ભાજપે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ અને કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓની જાહેરસભા, યુવા સંમેલન અને રેલીના આયોજન કયા છે. વરસાદને કારણે ભાજપે ડોર ટુ ડોર કેમ્પેન અને પેજ પ્રમુખને પ્રચારમાં વિશેષ ઉત્સાહિત કરવાની કામગીરી હાથ ધરી છે.
તળાજા, જામખંભાળિયા, માતર, લીમખેડા, ડીસા, મણિનગર, ટંકારા, આણંદ, માંગરોળ એમ નવ વિધાનસભા અને વડોદરાની એક લોકસભા મળીને કુલ 10 બેઠકો પર 13મી મતદાન યોજાશે. ગુરુવારે સાંજે કલાકે પ્રચાર બંધ થઇ જશે.
જાહેરસભાઓ રદ થતા ડોર ટુ ડોર પ્રચાર પર પક્ષોનો મદાર
પેટાચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત