માંગરોળમાં ડેંગ્યુએ દેખા દીધી : 1 કેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળપંથકમાં ડેંગ્યુએ દેખા દેતા ફફડાટ ફેલાયો છે. તાલુકાના ઝરીયાવાડા ગામનાં યુવાનને રવિવારે તાવ, ઉલ્ટી અને શરીર પર લાલ ચાંઠાનાં લક્ષણો જણાતા માંગરોળની હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયેલ અને ડેંગ્યું પોઝીટીવ હોવાનું નિદાન થયું હતું.માંગરોળ પંથકમાં ડેંગ્યુએ દેખાદેતા ફફડાટ ફેલાયો છે. તાલુકાના ઝરીયાવાડા ગામના રહેવાસી રશીદભાઇ હબીબભાઇ બેલિમ નામના યુવાનને રવિવારે રાત્રે તાવ, ઉલ્ટી અને શરીર પર લાલ ચાંઠાના લક્ષણો જણાતા અત્રેની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન આજે તેનો ડેંગ્યુ હોવાનો રિપોર્ટ પોઝિટીવ હોવાનું નિદન થયું હતું. જે અંગે આરોગ્ય વિભાગ ગાંધીનગરને જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...