તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Mangrol
  • માંગરોળમાં પાનની દુકાનમાં આગથી બાજુનાં રહેણાંક મકાનને પણ નુકશાન

માંગરોળમાં પાનની દુકાનમાં આગથી બાજુનાં રહેણાંક મકાનને પણ નુકશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાંનાં બંદરરોડ પર કાદરભાઇ પઠાણની લેટેસ્ટ પાનની દુકાનમાં મોટું સ્વરૂપ ધારણ કરતાં દુકાનનું ફર્નિચર, માલસામાન, 3 ફ્રિઝ તેમજ અંદાજે 50,000ની રોકડ સળગી ગયા હતા. ત્યારબાદ આગની જવાળાઓ નજીકમાં તેમજ ઉપરની ભાગે આવેલા મકાનમાં પ્રસરી થઇ હતી. દરમિયાન અહીં સુતેલા બાળકો સહિત ઘરના તમામ સદસ્યો હેમખેમ બહાર નિકળી ગયા હતા. બનાવ અંગે તાત્કાલિક નગરપાલિકાનાં હોદેદારોને જાણ કરાતા આગ બુઝાવવા ફાયર ફાઇટરને ઘટના સ્થળે રવાના કરાયા હતા. એકથી દોઢ કલાકની જહેમત બાદ આમ કાબુમાં આવી હતી. પરંતુ ત્યા સુધીમાં ઘરમાં રહેલા પલંગ, વોશિંગમશીન, ફ્રિઝ, લાઇટ, પંખા, સહિતની વસ્તુઓ સંપુર્ણપણે નાશ પામી હતી. આગને લીધે ઘરની છતનાં પિઢીયા બળી ગયા હતા. તેમજ દિવાલોમાં મોટી તિરાડો પડી ગઇ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરતા પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આગને લીધે આશરે 10 થી 12 લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

દુકાન ખાક. }વિવેકમહેર

અન્ય સમાચારો પણ છે...