તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળ શહેરમાં શારદાગ્રામ રોડની ગંદકી 10 દી\'માં હટાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેરઆરોગ્યના મુદે માંગરોળ ન.પાની ઘોર બેદરકારી સામે જિલ્લા કલેકટરે આકરૂ વલણ અપનાવ્યું છે.

અંગેની માહિતી મુજબ:શાપુર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ ઝોન નજીક ખુલ્લા પ્લોટમાં ન.પાં દ્વારા આખા શહેરમાં કચરો ઠલવાય છે. ગંદકી, દુર્ગંધ, કચરો સળગાવવાથી ઉત્પન્ન થતો ધુમાડો તેમજ મૃત પશુઓ ને લીધે શ્વાનોની રંઝાડથી આજુબાજુનાં રહેણાંક વિસ્તારના લોકો તૌબા પોકારી ઉઠયા છે. જો કે જગ્યાએ ઘન કચરાના નિકાલનો હુકમ વર્ષ 2004માં રદ કરાયો હતો. અને અન્ય જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા કલેકટરના આદેશનો ઉલાળીયો કરી જગ્યાએ કચરો ઠાલવી લોકોનાં આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહયા છે.

લોકોને પડી રહેલ અગવડો સબંધે છેલ્લા ચાર-પાંચ માસથી ન.પા, મામલતદાર તેમજ જિલ્લા કક્ષા સુધી રજુઆતો કરવામાં આવી હતી. આવેદન પત્રોમાં આપવામાં આવ્યા હતા. દરમ્યાન જિલ્લા કલેકટર પ્રકરણમાં અરજદાર તથા ન.પાં ચિફ ઓફીસરને સાંભળવા રૂબરૂ બોલાવયા અખબારી અહેવાલો રજુ કરતા આલોક પાંડેએ અધિકારી, નં.પાના કર્મચારીની ઝાટકણી કાઢી હતી. સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઇ કલેકટરે 10 દિવસમાં ડીડીટી, જંતુનાશક દવાઓનાં છંટકાવ કરી જગ્યા ચોખ્ખી કરવાતેમજ શહેરથી દુર પથ્થર જુની ખાણ જે-તે સમયે ફળવાયેલી ખાતે ઘન કચરાનો નિકાલ કરવા આદેશ કર્યા હતા. અવે રહેવાસીઓની હાલાકી દુર થાય છે કે કાર્યવાહી માત્ર કાગળ પુરતી મર્યાદિત રહે છેω તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...