તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકતુપુરમાં પ્રૌઢ પર શખ્સનો હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળનજીકનાં મકતુપુર ગામે ગૌશાળામાં નિ:સ્વાર્થ સેવા કરતા કોળી પ્રૌઢને નજીવી બાબતે ચાર મહિલા સહિત લોકોએ પાવડા અને પથ્થરો વડે હુમલો કરતા તેને લોહીલુહાણ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં તેઓને માથાને ભાગે પાંચ ટાંકા આવ્યા હતા.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળ નજીકનાં મકતુપુર ગામે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં ગામનાં રાણાભાઇ રામાભાઇ વાજા (ઉ.વ.50) 50 થી વધુ ગાયોની સેવા સારવાર કરે છે. આજે બપોરનાં સુમારે તેઓ ઘરેથી નીકળી ગાયોને ચારો, પાણી આપવા ગૌશાળાએ ગયા હતા. દરમિયાન પાડોશમાં રહેતા ઇસમની પુત્રી શૌચક્રીયા કરતી હતી. તેને ના પાડતા તેનાં પરિવારજનો ઉશ્કેરાઇ જઇ દોડી આવ્યા હતા. અને 4 મહિલા સહિત 6 લોકોએ પાવડા અને પથ્થરો વડે તુટી પડ્યા હતા. ગૌસેવકને માથાનાં ભાગે ગંભીર ઇજા સાથે 108 દ્વારા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં ફરજ પરનાં તબીબે પાંચ ટાંકા લઇ સારવાર આપી હતી. પોલીસે બનનારનું નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવને પગલે ગૌસેવકો હોસ્પિટલે દોડી ગયા હતા. અને રોષ વ્યકત કર્યો હતો.

સારવારમાં. તસવીર- વિવેક મહેર

હોસ્પિટલે ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો