માંગરોળ તા.પં.માં ટીડીઓ સહિત 31 જગ્યાઓ ખાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળતાલુકાપંચાયતમાં ટીડીઓ તલાટીમંત્રીઓ જુનિયર-સિનિયર કલાર્ક મળી કુલ 31 જગ્યાઓ મથકે આવતા અરજદારોની હાલાકીને ધ્યાને લઇ જગ્યાઓ પર વહેલીતકે નિમણુંકો કરવા રજૂઆત કરવામાં આવી છે.

તાલુકાનાં 59 ગામોનાં વહીવટ અને વિકાસ માટે કાર્યરત તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લ અઢી વર્ષથી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી પડી છે. ઉપરાંત ગ્રામ્ય પ્રજા અને સરકારને જોડતી અતિ મહત્વની ગણાતી, તલાટી કમ મંત્રીની કુલ 43માંથી 15 જગ્યાઓ ખાલી છે. વધુમાં ચાલુ માસે પાંચ તલાટી મંત્રીઓ વયમર્યાદા લીધે નિવૃત થઇ રહ્યા છે. જ્યારે કચેરીનાં વહિવટ માટે અગત્યની ગણાતી જુનિયર કલાર્કની કુલ 5 માંથી 4 તેમજ ઘરથાળ શાખામાં સિનિયર ક્લાર્કની જગ્યા ખાલી છે.

કચેરીમાં સ્ટાફની ઘટને લીધે તાલુકાનાં અંતરીયાળ ગામોમાંથી રોજીંદા કામો માટે તાલુકા મથકે આવતા અરજદારોનાં કામો નિયત સમયમાં થતા નથી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર માટે અતિ મહત્વની ગણાતી તલાટીમંત્રીઓની જગ્યા ખાલી રહેતા ભરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...