માંગરોળમાં જોડાણનાં વાંકે 6 ઓવરહેડ ટેંકો 7 વર્ષથી ખાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાંછેવાડાનાં વિસ્તારોને પણ પુરતા ફોર્સથી પાણી મળે તે માટે ન.પા દ્વારા જુદી-જુદી જગ્યાએ જેટલી ઓવરહેડ ટેંક બનાવવામાં આવી છે. પરંતુ શહેરી વિકાસ વિભાગ (ગાંધીનગર) દ્વારા ફાળવાયેલા લાખો રૂ.નાં ખર્ચે બનેલી ટેંકોને મુખ્ય ટેંકો સાથે જોડાણ આપવામાં આવ્યું નથી. પરિણામે ઓવરહેડ ટેંકો સાતેક વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન બની રહયા છે. પાણી વિતરણ માટે તૈયાર ઉભેલા ટેંકોને કાર્યરત કરવા રજુઆત થઇ છે.

જિલ્લા કલેકટર, મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજુઆત મુજબ : વર્ષો પહેલા માંગરોળ જયારે અડધા કિ.મીમાં પથરાયેલું હતું. ત્યારે જુના બસ સ્ટેન્ડ નજીક બનેલી ઓવરહેડ ટેંક દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જુની ઓવરહેડ ટેંકની વયમર્યાદા પુર્ણ થતા તેની બાજુમાં લાખ લીટરની આધુનીક ઓવરહેડ ટેંક બનાવ્યા બાદ હાલમાં તેમાંથી જુદા-જુદા 28 ઝોનને પાણી વિતરણ થાય છે.

શહેરની વસ્તી અને વ્યાપ વધતા, અંતર લાંબુ પડતું હોય પાણીનો ફોર્સ પુરતા પ્રમાણમાં મળતો હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી હતી. તેવા સંજોગોમાં સાતેક વર્ષ પુર્વ તત્કાલીન ન.પા પ્રમુખ ઇકબાલભાઇ છાપરાએ પાણીના ફોર્સની સમસ્યાનાં કાયમી નિવારણ માટે ઇન્જિનિયરો સાથે પરામર્શ કરી હાલની પાણીની ટાંકીવાળી જગ્યાઅેથી બે થી ત્રણ કિ.મીનાં અંતરે શહેરની ફરતે ઓવરહેડ ટેંક બનાવવામાં આવી હતી. નવી વ્યવસ્થા મુજબ હાલની લાખ લીટરની પાણીની મુખ્ય ટાંકીઓને જોડાણ આપી મુખ્ય ટેંકમાંથી પાણી છોડી એક કલાક સુધી પાણી વિતરણ કરવા નક્કી થયું હતું. પરંતુ કમનસીબે ન.પામાં સતા પરિવર્તન બાદ ટાંકીઓ બન્યાનાં સાતથી આઠ વર્ષ વિતવા છતા ફકત જોડાણ આપી શકવાને કારણે કાર્યરત થઇ નથી. શહેરીજનોમાં ફોર્સથી પાણી મળવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. લોકોઅે જમીનમાં ખાડા કરી, મોટરો દ્વારા પાણી ખેંચવું પડે છે. સમસ્યામાંથી પ્રજાને છુટકારો આપવા માટે સત્વરે જોડાણ આપી ઓવરહેડ ટેંકો શરૂ કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. આમ લાખોનાં ખર્ચે બનેલી ઓવરહેડ ટેંકો હાલ તો શોભાનાં ગાંઠીયા સમાન છે અને સુવિધા હોવા છતા અસુવિધા છે.

છેવાડાનાં વિસ્તારોને પાણી મળે માટે બનાવી હતી

અન્ય સમાચારો પણ છે...